ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઈટ ઉપર જાહેરાત મુકાઈ જશે અને આવતીકાલના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે.
પગાર ધોરણ અને વયમર્યાદા
ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવારોની લાયકાત
આ ભરતી માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે. વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા હતા જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટેનો વિગતવાર અભ્યાસક્રમ
જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ
385120
ReplyDelete