શિયાળામાં ઓછું પાણી પીવાથી ગંભીર બીમારી થઈ શકે છે, આખા દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવો.

 શિયાળામાં ઓછું પાણી પીવાથી ગંભીર બીમારી થઈ શકે છે, આખા દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવો.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ગરમીમાં માનવીને દરરોજ ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવુ જોઇએ. જોકે ઠંડીની ઋતુમાં આટલા પ્રમાણમાં પાણી પચાવવું મુશ્કેલ બને છે. તેને લીધે બૉડી ડિહાઇડ્રેડ થવા લાગે છે અને આરોગ્યને નુકસાન થઈ શકે છે. માટે આપણે ઠંડીની ઋતુમાં પણ ખૂબ જ પ્રમાણમાં પાણી પીવું જોઇએ.


ચાલો ઠંડીમાં વિપુલ પ્રમાણમાં પાણી પીવાથી શું ફાયદા થાય ? તે જાણીએ.

ઠંડીમાં પાણીની ઊણપને લીધે બૉડી ડિહાઇડ્રેડ થઈ જાય છે. તેના પગલે હાઇપોથર્મિયા જેવી બીમારીનું જોખમ વધી જાય છે. શરીરનું તાપમાન અસંતુલિત થઈ જવાના કારણે આવું બની શકે છે. પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઠંડીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને હાઈઇપોથર્મિયા જેવી બીમારીઓથી દૂર રહો.


ઍરબોર્ન રોગોથી દૂર રાખે છે પાણી

શિયાળું આપણી ઇમ્યુનિટી માટે એક પ્રકારનો ટેસ્ટિંગ પીરિયડ હોય છે. તે સમયમાં આપણને બીમારી લગાડનાર અનેક ઍરબોર્ન ડિસીઝ પેદા થઈ શકે છે. પાણીની ઊણપથી થતાં ડિહાઇડ્રેશન આપણી ઇમ્યુન સિસ્ટમને નબળી પાડે છે. પાણી આ બીમારીથી આપણું રક્ષણ કરે છે. માટે ઇમ્યુનિટીને મજબૂત રાખવા માટે ઠંડીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઇએ. ઠંડીની ઋતુમાં હાઈ કૅલોરી ફૂડને લીધે આપણા વજનમાં ઝડપથી વધારો થાય છે. ઓછી શારીરિક પ્રવૃત્તિને લીધે શરીર સુસ્ત પડી જાય છે કે જેને લીધે શરીરમાં રહેલી વધારાની કૅલોરી બર્ન થઈ શકતી નથી. જો શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ હોય, તે બૉડી ફૅટને કાપી શકે છે અને મેદસ્વિતાને દૂર રાખી શકે છે.


કિડની, લીવર, ફેફસાં અને હૃદય માટે લાભપ્રદ

બૉડીને હાઇડ્રેટ રાખવાની સાથે પાણી આપણા શરીરની સફાઈ પણ કરે છે. યૂરીનેશન અને પરસેવા મારફતે પાણી શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. આ ઉપરાંત લોહીમાં આવશ્યક પોષક તત્વો અને ઑક્સિજનનું પ્રમાણ સંતુલિત કરે છે. તેનાથી આપણી કિડની, લીવર, ફેફસાં અને હૃદયની સ્થિતિ સારી રહે છે.


ત્વચાને નિખારે છે પાણી

 બ્યૂટી એક્સપર્ટ્સનું કહેવું છે કે પાણીમાં રહેલા ઔષધીય ગુણો આપણી સ્કિન હેલ્થને મજબૂત કરવાનું કામ કરે છે. ઠંડીમાં ચમકદાર ત્વચા માટે બૉડીનું હાઇડ્રેટ હોવું ખૂબ જ જરૂરી છે. ઠંડીમાં પાણીની ઊણપથી તમને ડ્રાય સ્કિન અને હોઠ ફાટવા જેવી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે.


છાતીની ખેંચાણ અને શરદીમાં રાહત આપે છે પાણી

ઠંડીમાં જો તમારી છાતીમાં જકડન, ખેંચાણ અને શરદીની ફરિયાદ રહેતી હોય, તો ગરમ પાણી તમારા માટે રામબાણ છે. ગરમ પાણી ગળામાં ખારાશને દૂર કરે છે. સવારે ગરમ પાણી પીવાથી ઘણા લાભ થાય છે.

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે,આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે. ઘણી બીમારીઓથી બચવા માટે આપણને વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત તમે ઘણા લોકો પાસેથી એવું પણ સાંભળ્યું હશે કે સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું જોઈએ. તેમજ ઉનાળામાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે દર અડધા કલાકે થોડું પાણી પીતા રહો, જ્યારે ઘણા લોકો કહે છે કે તરસ ન લાગે તો પણ પાણી પીવું જ જોઈએ

સામાન્ય રીતે લોકો શિયાળામાં ઓછું પાણી પીવાનું શરૂ કરે છે, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે શિયાળામાં આપણા શરીરને પાણીની જરૂર ઓછી હોય છે, પરંતુ તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણા શરીરને દરરોજ 8-10 ગ્લાસ પાણીની જરૂર પડે છે.

તમારે દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવું જોઈએ


જો તમે શિયાળા દરમિયાન પણ સ્વસ્થ અને હાઇડ્રેટેડ રહેવા માંગતા હોવ તો તમારા માટે દિવસમાં 3-4 લિટર પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આ તમને સ્વસ્થ અને ફ્રેશ રાખે છે. દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ

નિસ્તેજ ત્વચા


પાણીના અભાવે ત્વચા નિર્જીવ બની જાય છે. એટલે કે તે શુષ્ક બની જાય છે. તેથી, દરરોજ 5-7 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.


કિડની પર ખરાબ અસર પડે છે


પાણીની ઉણપથી કિડની પર ખરાબ અસર પડે છે. કિડનીને પુષ્કળ પાણીની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે કિડની પર વધુ દબાણ આવે છે. જેના કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન કે ટ્રેકમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.

કબજિયાતની સમસ્યા


શરીરમાં પાણીની ઉણપને કારણે ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. જેની સીધી અસર પેટ પર પડે છે. કબજિયાતથી લઈને ગંભીર બીમારી સુધી. ખોરાકને યોગ્ય રીતે પચાવવા માટે, તમારે પુષ્કળ પાણી પીવું જરૂરી છે.


નબળાઈ અનુભવવી


ઠંડીમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે વ્યક્તિ ઓછું પાણી પીવે છે. ઓછું પાણી પીવાથી નબળાઈ શરૂ થાય છે. શરીરમાં પાણીની ઉણપને કારણે શરીર નબળું પડવા લાગે છે. તે જ સમયે, શરીરમાં લોહી અને ઓક્સિજનની ઉણપ છે. જેના કારણે વ્યક્તિ થાક પણ અનુભવે છે.

ઠંડા પવન અને તીવ્ર ઠંડીના કારણે વડીલો અને બાળકોમાં અનેક પ્રકારની શારીરિક તકલીફો થવા લાગે છે. ઠંડા વાતાવરણમાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે જોયું હશે કે તમને ઠંડીમાં પાણી પીવાનું મન થતું નથી. જેના કારણે શરીર પર અનેક પ્રકારની આડઅસરો દેખાવા લાગે છે. હવામાન ગમે તે હોય, જો તમારા શરીરને જોઈએ તેટલું પાણી ન મળે તો શરીરમાં અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.


વનરક્ષક વર્ગ-૩ની જાહેરાત ક્રમાંક FOREST 202223/1 ના ઉમેદવારો જોગ અગત્યની સૂચના

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.