ધોરણ 3 થી 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા કાર્યક્રમ 2023-2024 અને પરિણામ પત્રક Excel ફાઇલ

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૦૪/૦૪/૨૦૨૪ થી ૨૩/૦૪/૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે. સદર પરીક્ષા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
1) ધોરણ ૩ થી ૮ની દ્વિતીય સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે.
2) સદર કસોટીપત્રો તૈયાર કરવા માટે ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીયસત્રનો ડિસેમ્બર-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. ધોરણ-૪ અંગ્રેજી દ્વિતીય ભાષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
3) સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.
4) સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે.
5) ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
6) સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
7) જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
8) પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.
9) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટીપત્રોના છાપકામ, પેપરના પ્રૂફ,
ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
10) ધોરણ 3 અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ
અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
11) સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
12) સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધોરણ ૫ અને ધોરણ-૮માં E ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃ કસોટી યોજવાની રહેશે. પુનઃ કસોટીમાં જે વિદ્યાર્થીઓ પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તે વિદ્યાર્થીઓને જ વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ- ૫ અને ધોરણ-૮ સિવાયના અન્ય ધોરણમાં વિદ્યાર્થીને રોકી શકાશે નહિ.
ધોરણ 3 થી 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા કાર્યક્રમ 2023-2024 અને પરિણામ પત્રક Excel ફાઇલ

મહત્વપૂર્ણ લિંક એક્સેલ ફાઈલ.

ધોરણ-8 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-7 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-6 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-5 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-4 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

વાર્ષિક પરીક્ષા 2024 આયોજન ફાઇલ 

pdf click here to download 

વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ excel 

click here to Download

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.