ગુજરાત ગૌણ સેવા , વર્ગ-૩ (ગૃપ-A અને ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવીઝનલ આન્‍સર કી (PAK) પ્રસિદ્ધ કરવા બાબત.

ગુજરાત ગૌણ સેવા , વર્ગ-૩ (ગૃપ-A અને ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવીઝનલ આન્‍સર કી (PAK) પ્રસિદ્ધ કરવા બાબત
વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) ता. ૧/૪/૨૦૨૪ थी ता. ૨૦/૦૫/૨૦૨૪ દરયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર કલીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.
1. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન તા.૧૭/૦૬/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.
2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.
. ०૧/૪/૨૦૨૪ थी ता. ૨૦/૦૫/૨૦૨૪ દરયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.