ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી. વહીવટી કારણોસર તા. ૦૬/૦૫/૨૦૨૪ અને તા. ૦૭/૦૫/૨૦૨૪ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. ૧૫/૦૪/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
અગત્યની સૂચનાઓ:
1. ઉમેદવારોએ તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ સુધીમાં કોલલેટરની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે ઉમેદવારે કોલલેટરની પ્રિન્ટ રજૂ કરવાની ફરજિયાત છે. તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૨૩:૫૯ પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે.
2. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે કોલલેટરની સાથે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે. પરિણીત મહિલા ઉમેદવારના કોલલેટરમાં અને ઓળખકાર્ડમાં નામફેર થતો હોય તો મેરેજ સર્ટિફીકેટ/લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. મેરેજ સર્ટિફીકેટ/લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તેવા કિરસામાં નામ ફેર અંગે સ્પષ્ટતા કરતું સોગંદનામું (એફિડેવીટ) રજૂ કરવાનું રહેશે.
કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના ૧૫ મીનીટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.
4. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) 
પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.